Advertisement

ન્યુ સ્‍વર્ણિમ યોજના | New Swarnima Yojana Gujarat

ન્યુ સ્‍વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે) | New Swarnima Yojana Gujarat


યોજનાનો ઉદ્દેશ્ય / હેતુ

ગુજરાતની ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી આર્થિક ઉત્‍કર્ષ સાધવા અંગેની ગુજરાત સરકારની ખાસ નવી યોજના.

ન્યુ સ્‍વર્ણિમ યોજના | New Swarnima Yojana Gujarat


આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્‍યવસાય કરી શકશે


લોન મેળવવા માટેની જરૂરી પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે


આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • લોનની મહત્તમ મર્યાદા ₹.૨,૦૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના આધાર પુરાવા

લઘુ ધિરાણ યોજના , મહિલા સમૃધ્ધિ , મુદ્દતી લોન , નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે ) નીચે મુજબના આધાર પુરાવા : 
( ૧ ) જાતિનો દાખલો 
( ૨ ) સક્ષમ અધિકારીનો આવકનો દાખલો 
( ૩ ) શાળા છોડયાનુ પ્રમાણપત્ર ( સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ ) 
( ૪ ) અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર 
( ૫ ) આધાર કાર્ડ ( આગળ અને પાછળ ) 
( ૬ ) રહેઠાણનાપુરાવા ( ચુંટણીકાર્ડ / લાઈટબીલ ) 
( ૭ ) રેશનકાર્ડ ( આગળ , પાછળ ) 
( ૮ ) અનુભવ / તાલીમનું પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૯ ) અરજદાર બી.પી.એલ લાભાર્થી , વિકલાંગ , વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર ( મરજિયાત ) 
( ૧૦ ) દુધ સહકારી મંડળીનો દાખલો ( ફકત પશુપાલનના ધંધા માટે ) 
( ૧૧ ) કવોટેશન / ભાવપત્રક 
( ૧૨ ) પાસબુકના પહેલા પાનાની- નામ , સરનામા , ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ 
( ૧૩ ) વધારાના દસ્તાવેજો ( મરજિયાત )

ઓફિશિયલ વેબસાઇટ : https://sje.gujarat.gov.in/

Online Loan Application

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

Previous Post Next Post

Comments