મુદતી લોન (ટર્મ લોન) યોજના | Term Loan Scheme Gujarat
આ યોજનાનો હેતુ
- કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્યવસાય માટે વધુમાં વધુ રૂ.૨,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની જરૂરી લાયકાત
- અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ ₹. ૨,૦૦,૦૦૦/-સુધીની છે.
- આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૬ % રહેશે
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
ઓફિશિયલ વેબસાઇટ : https://sje.gujarat.gov.in/
Online Loan Application
આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના આધાર પુરાવા
લઘુ ધિરાણ યોજના , મહિલા સમૃધ્ધિ , મુદ્દતી લોન , નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે ) નીચે મુજબના આધાર પુરાવા :
( ૧ ) જાતિનો દાખલો
( ૨ ) સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
( ૩ ) શાળા છોડયાનુ પ્રમાણપત્ર ( સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ )
( ૪ ) અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર
( ૫ ) આધાર કાર્ડ ( આગળ અને પાછળ )
( ૬ ) રહેઠાણનાપુરાવા ( ચુંટણીકાર્ડ / લાઈટબીલ )
( ૭ ) રેશનકાર્ડ ( આગળ , પાછળ )
( ૮ ) અનુભવ / તાલીમનું પ્રમાણપત્ર ( મરજિયાત )
( ૯ ) અરજદાર બી.પી.એલ લાભાર્થી , વિકલાંગ , વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર ( મરજિયાત )
( ૧૦ ) દુધ સહકારી મંડળીનો દાખલો ( ફકત પશુપાલનના ધંધા માટે )
( ૧૧ ) કવોટેશન / ભાવપત્રક
( ૧૨ ) પાસબુકના પહેલા પાનાની- નામ , સરનામા , ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ
( ૧૩ ) વધારાના દસ્તાવેજો ( મરજિયાત )