ખેતી છે પણ જમીન પિતાના નામે છે? તો તમને 6000 રૂપિયા કઈ રીતે મળે? તો જાણી લો અહીંથી નિયમ
PM Kisan Samman nidhi: આ યોજના અંતર્ગત એવા જ ખેડૂત પરિવાર રુપિયા મેળવી શકે છે જેમના નામે જમીન નોંધાયેલી હોય પરંતુ શું પિતાના નામે જમીન હોય તો દીકરાને આ 6000 રુપિયાની સહાય મળે ખરી?
PM Kisan Samman nidhi: આ યોજના અંતર્ગત એવા જ ખેડૂત પરિવાર રુપિયા મેળવી શકે છે જેમના નામે જમીન નોંધાયેલી હોય પરંતુ શું પિતાના નામે જમીન હોય તો દીકરાને આ 6000 રુપિયાની સહાય મળે ખરી?
1. PM Kisan Samman Nidhi
ભારતના ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સરકાર પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana) ચલાવે છે. ફેબ્રુઆરીમાં આ યોજના હેઠળ ખેડૂતોને 13મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે 14મા હપ્તાના પૈસા જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ભારતના નાના ખેડૂતોને 6 હપ્તામાં પૈસા આપે છે. ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે, જેથી ખેડૂતો નાનો મોટો ખર્ચો નીકળી શકે. આ કારણોસર ખેડૂતોને બે-બે હજારનો હપ્તો આપવામાં આવે છે.2. કયા ખેડૂત અરજી કરી શકે છે?
આ યોજના હેઠળ ખાસ કેટેગરીમાં આવતા જ ખેડૂતો લાભ મેળવી શકે છે. જે માટે ખેડૂતોએ એપ્લાય કરવાનું રહે છે. જમીન, આવકના સ્ત્રોત અને અન્ય માપદંડને ધ્યાનમાં રાખીને પાત્રતા નક્કી કરવામાં આવે છે. આ યોજના હેઠળ માત્ર જે ખેડૂત પોતાની જમીન પર ખેતી કરીને આજીવિકા મેળવી રહ્યા છે, તે પરિવાર જ અરજી કરી શકે છે. જેની માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે.3. કોના નામે જમીન રજિસ્ટર્ડ છે?
આ યોજના હેઠળ જે ખેડૂતે એપ્લાય કર્યું હશે અને જેના નામે જમીન રજિસ્ટર્ડ છે, તેની પાત્રતા પર વધુ અસર થાય છે. જો તમે ખેતી કરી રહ્યા છો, પરંતુ તમારું ખેતર તમારા પિતા અને દાદાના નામ પર છે, તો તમે આ યોજના હેઠળ અરજી નહીં કરી શકો. જે માટે તમારી જમીન તમારા નામ પર હોવી જોઈએ.4. આ લોકો નથી કરી શકતાં દાવો
જો તમારા પિતા અને દાદાએ વારસામાં આ જમીન આપી છે, તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. કેટલાક ખેડૂતો અન્ય લોકોની જમીન પર ખેતી કરે છે અને તેમાંથી થતા પાકને માલિક સાથે વહેંચી લે છે. આ પ્રકારના ખેડૂત આ યોજના હેઠળ અરજી નહીં કરી શકે.5. પીએમ કિસાન યોજના હેઠળ કોણ અરજી નહીં કરી શકે?
- તમામ સંસ્થાગત જમીન ધરાવતા ખેડૂત- સંવૈધાનિક પદ પર પૂર્વ અથવા વર્તમાનમાં નિયુક્ત ખેડૂત પરિવાર
- સાંસદ, ધારાસભ્ય, નગર નિગમ અથવા જિલ્લા પંચાયતમાં કોઈ પદ પર આધિન ખેડૂત પરિવાર
- કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી અથવા પબ્લિક એન્ટરપ્રાઈઝિસ અથવા તેની સાથે જોડાયેલ સંસ્થાના કર્મચારી અથવા રિટાયર્ડ કર્મચારી
6. આ લોકો પણ નથી કરી શકતાં અરજી
- નિવૃત્ત અથવા સુપરએનુએટેડ પેન્શનર્સ, જેમને માસિક રૂ.10,000 અથવા વધુ માસિક પેન્શન મળે છે.- જે ખેડૂતોએ અસેસમેન્ટ યરમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હોય તે ખેડૂત
- રજિસ્ટર્ડ ડૉકટર્સ એન્જિનિયર્સ, લોયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ્સ તથા પ્રેક્ટીસ કરતા ઉમેદવાર.