Advertisement

Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ

Update Aadhar Card Free : મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ હવે લંબાવીને 14 ડિસેમ્બર 2024 કરી દેવામાં આવી છે. જો ભારતીય નાગરિકો આ નિર્ધારિત તારીખ સુધીમાં તેમનું આધાર કાર્ડ અપડેટ કરે છે તો તેમણે આના માટે કોઈ ફી ચૂકવવાની નથી. પરંતુ આ તારીખ પછી અપડેટ કરવા જશે તો ફી અથવા દંડ ભરવો પડી શકે છે.

Aadhar Card Update Last Date

મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ પહેલાં 14મી સપ્ટેમ્બર 2024 આપવામાં આવી હતી જે લંબાવીને અત્યારે 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. જેથી લોકોને થોડી રાહત મળી છે. આ નિર્ધારિત તારીખ સુધી તમામ નાગરિકો તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે. ભારતીય ડેપ્યુટી કમિશનરે સામાન્ય લોકોને 14 ડિસેમ્બર સુધીમાં UIDAI પોર્ટલ પર આઠથી દસ વર્ષ પહેલા બનાવેલા તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની અપીલ કરી હતી. આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે, આધાર કાર્ડ ધારકે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી.

કોને Aadhar Card Update કરાવવું જોઈએ

UIDAIએ જણાવ્યા મુજબ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડ ધારકોને તેમની આધાર વિગતો નવીનતમ માહિતી સાથે અપડેટ કરવા જણાવ્યું છે. UIDAI વેબસાઈટ પર આ સંદર્ભમાં આપવામાં આવેલી સૂચનાઓ કહે છે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતી સચોટ અને સાચી રાખવા માટે તમારું આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખ પ્રમાણપત્ર અને સરનામાના પુરાવા સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરો." તમામ નાગરિકોને તેમનાં નામ અને સરનામાં અપડેટ કરવાની સાથે લગ્ન કે મૃત્યુના કિસ્સામાં તેમના સંબંધીઓની વિગતો પણ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે.

Aadhar Card Update માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

જે લોકોએ છેલ્લા આઠ કે દસ વર્ષમાં આધારકાર્ડ અપડેટ કરાવ્યું નથી તેઓએ તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તેમના (૧). રહેણાંકનું પ્રમાણપત્ર અને (૨). કોઈ એક ઓળખકાર્ડ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.

Aadhar Card Update કરવા માટેની Website Link

આધારકાર્ડને અપડેટ કરવા માટે તમે UIDAI ની વેબસાઈટ @ https://myaadhaar.uidai.gov.in/ પર જઈને તેની વિગતો જાતે અપડેટ કરી શકે છે. આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે. જો તમે જાતે આધાર અપડેટ કરી શકતા નથી, તો તમે નજીકના આધાર સેવાકેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો. પરંતુ અહીં તમારે દરેક વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.



Aadahar Card Online Update કરવા માટેના સ્ટેપ

  1. સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ
  2. હવે લોગીન કરો અને નામ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો
  3. પછી અપડેટ આધાર પર ક્લિક કરો
  4. હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો
  5. આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો
  6. ત્યારબાદ તમને એક નંબર મળશે
  7. તેને હાથમાં રાખો. સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે.
Previous Post Next Post

Comments