SCE Pragati_Patrak-D-2, D-4 |
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - પરિણામ પત્રક" Pragati_Patrak-D-2 એ ધોરણ-1 માટે ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન તેમજ વર્ગનું સરેરાશ મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે. આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.
SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
પ્રગતિ પત્રક-D-2 માં વિધ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, શાળાનું નામ, તાલુકો, વર્ગ અને હાજર દિવસો સાથેની નોંધ હોય છે. જેમાં,...
વર્ષ દરમિયાન કરાવેલ શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ :
1. બાળનાટકો
2. પર્યટન
3. રમત
4. બાળવાર્તા
5. અવલોકન પ્રવૃત્તિઓ
6. વર્ગીકરણપ્રવૃત્તિઓ
7. કૂતુહલપ્રેરક પ્રવૃત્તિઓ
8. અખતરા - અનુભવજન્ય પ્રવૃત્તિઓ
9. ગુણ - લક્ષણ ઓળખપ્રવૃત્તિઓ
10. સંગ્રહ પ્રવૃત્તિઓ
11. યાદશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ
12. વિચારશક્તિવિકાસ પ્રવૃત્તિઓ
13. સર્જનાત્મક પ્રવૃત્તિઓ
14. તરાહની પ્રવૃત્તિઓ
ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમ્યાન કરાવેલપ્રવૃત્તિઓ
1. માટીકામ
2. કાગળકામ
3. રમત
4. રંગપૂરણી
5. જોડકણાં
6. બાળગીતો
7. ચિત્રો - આકૃતિઓ
8. સંગ્રહ પ્રવૃત્તિ
9. પ્રવાસ / પર્યટન
10. નાટ્યપ્રવૃત્તિ
11. વાર્તાકથન
તમામ પ્રવૃત્તિઓની સામે કેટલી પ્રવૃત્તિઓ વિધ્યાર્થી દ્વારા કરવામાં આવેલી છે તેની સંખ્યા લખવાની હોય છે.
ભાષા / ગણિત / પર્યાવરણના અભ્યાસક્રમનું વિષયવસ્તુ : ઉપર આ વિભાગમાં કુલ 28 વિધાનો
આપેલા છે તેમાથી વિધ્યાર્થી કેટલા વિધાનો પૂરા કરેલા છે તેની નોંધ કરવાની હોય છે.
ઉપર મુમુજબના વિધાનોનું મૂલ્યાંકન કરી આ પત્રક વર્ગ શિક્ષક અને આચાર્યની સહી સાથે વિધ્યાર્થીના વાલીને આપવાનું હોય છે. જેમાં વાલી માટેની નીચે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવેલી હોય છે.
પ્રગતિપત્રક D-2 ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
- સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
- પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
- પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
- પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
- વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
- પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
- પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
- પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું.
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
- સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
- વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat