G Shala App | Gujarat e-Learning App For Teachers and Students

🙏 વિદ્યાર્થી-વાલી અને શિક્ષક મિત્રો નમ્ર અરજ...🙏

G-Shala એપ્લિકેશન માત્ર સરકારી શાળાના બાળકો મફતમાં ઉપયોગ કરી શકે છે. ખાનગી શાળાના બાળકો માટે ₹ 500/- થી ₹ 2000/- ખર્ચ થાય છે.

અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે વિદ્યાર્થી તેમાં આપેલા વિડીયો અને ક્વિઝ દ્વારા આગામી વર્ષ માટે પૂર્વ તૈયારી કરી શકે છે.

તેમાં આપેલું કન્ટેન્ટ-ગ્રાફિક્સ ખૂબ જ સરસ મજાનું અને આકર્ષક છે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકશે. જો દરરોજ એક જ પાઠનો વીડિયો જોવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

💯% બાળકોને લાભ થશે...

💥 G - SHALA એપ્લિકેશનમાં દરેક ધોરણ મુજબના વિડીયો - પુસ્તકો - એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે...

▪️બાળક જાતે ભણી શકશે.
▪️બાળક પુનરાવર્તન કરી શકશે.
▪️બાળક ટેસ્ટ આપી શકશે.
▪️શિક્ષક બાળકનો રિપોર્ટ પણ ચેક કરી શકશે.

🔥 એપ્લિકેશન ડાઉનલોડ કરો

💥 G - SHALA એપ્લિકેશનમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સમજ માટે જુવો.


G-Shala App : ધોરણ 1 થી 12  વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક ઈ-લર્નિગ પ્લેટફોર્મ એટલે G-Shala. આ એપ્લીકેશન અને વેબ પોર્ટલ બંને  માધ્યમમાં ઉપલબ્ધ છે. તેમાં ધોરણ 1 થી 12 ના તમામ વિષયો આવારી લેવામાં આવ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તેને શરુ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ માટે તમામ વિષયો આવરી લઈને ઈ-કન્ટેન્ટ તૈયાર કરી મુકવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ આ G-Shala ની મદદથી પોતાની જાતે જ ઓનલાઈન સેલ્ફ લર્નિંગ કરી શકે છે. અને શિક્ષકો પોતાનું અભ્યાસક્રમ મુજબ ટીચીંગ માટેનું આયોજન કરી શકે છે. 

ખુબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવેલ અને એક ઉચ્ચ કક્ષાનું ફ્રી સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ચાલો એના વિષે વધુ જાણીએ....

G Shala App નો લોગો

  • G Shala App નું પૂરું નામ : Gujarat - Students' Holistic Adaptive Learning App
  • તૈયાર કરનાર : Samagra Shiksha - MIS Education
  • સાઈજ : 1.4 MB
  • કુલ ડાઉનલોડ : 10L +
  • ડાઉનલોડ માટેનું માધ્યમ : Google Play Store
  • App Link : https://play.google.com/settings?hl=en_IN&gl=US
  • Web Link : https://gshala.schoolnetindia.com/

કોવિદ-19 સમયમાં દુનિયાના તમામ દેશો એક મહામારીનો સામનો કરી રહયા હતા અને કરી રહયા છે. માત્ર મેડિકલ અને જરૂરિયાત સિવાયની તમામ સુવિધાઓ બંધ હતી. આવા સમયે ઓનલાઈન શિક્ષણ એક માત્ર ઉપાય હતો. તેથી ગુજરાત રાજયમાં આ G-Shala એપ્લીકેશન દ્વારા નવીન પહેલ કરવામાં આવી છે. અને તે ખૂબ સફળ પણ રહી છે.


G -Shala: ગુજરાત - સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ ખાસ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS) પર તૈયાર કરેલ એક e-Content App છે. G-Shala App ને ગુજરાત શિક્ષણ વિભાગ રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) મુજબના અભ્યાસક્રમ આધારિત અને ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ડિઝાઇન કરેલ અને તમામ સાહિત્ય તૈયાર કરી ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

G-Shala એક વેબ પ્લેટફોર્મ અને ઉપકરણ-સ્વતંત્ર એપ્લિકેશન છે જે ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહો સહિત તમામ વિષયો (ગુજરાતી, હિન્દી, English, સા.વિ., ગણિત, વિજ્ઞાન) માટે પાઠયપુસ્તકો સાથે જોડવામાં આવેલ ડિજિટલ ઇન્ટરેક્ટિવ 2D/3D સંવર્ધિત ઇ-સામગ્રી ઉપલબ્ધ કરે છે.

G-Shala એપમાં સંદર્ભ સાહિત્ય, પૂરક સામગ્રી સાથે માર્ગદર્શિત શિક્ષણ, શીખવાના તમામ એકમો સાથે કનેક્ટ કરેલા બધા વિષયો, વિદ્યાર્થીઓએ માટે લેબોરેટરી પ્રાયોગિક સિમ્યુલેશન માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન, શિક્ષકો માટે પણ પ્રી-ક્લાસરૂમ મોડ્યુલ્સ, પ્રશિક્ષક માટેના વીડિયો તેમજ સ્વ-શિક્ષણ અને સ્વ-મૂલ્યાંકન મોડ્યુલો પણ ઉપલબ્ધ કરાવે છે.

G Shala App માં Registration કરવા માટેનો માર્ગદર્શન Video જુઓ : 

Video જોવા અંહી ક્લિક કરો

 G-Shala Learning App for Std-1 to 12

G-Shala : Gujarat - Students' Holistic Adaptive Learning App is an eContent App for Standard 1 to 12 embedded on Learning Management System (LMS). G-Shala is designed & developed by Gujarat Council of School Education, Samagra Shiksha, Education Department, Government of Gujarat based on Gujarat State Education Board (GSEB) syllabus.

G-Shala is a platform-agnostic and device-independent App which provides digital interactive 2D/3D augmented e-Content mapped with textbooks for all the subjects, including Science & General streams in Std.11-12. 

The G-Shala App also offers guided learning with reference/ supplementary materials, topics mapped with Learning Outcomes, virtual simulations for laboratory experimental simulations, pre-classroom modules for teachers, instructor Led videos as well as self-learning & self-assessment modules for students.