How G Shala App Login Without Mobile Number or OTP

New Update... G Shala App 🦚

  G SHALA માં મોબાઈલ નંબર કે OTP વિના  રજીસ્ટ્રેશન કેમ કરવુ તેની વિડીયો દ્વારા સમજ

New Update... G Shala App ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે...


🙏  વિદ્યાર્થી-વાલી અને શિક્ષક મિત્રો નમ્ર અરજ...🙏

G-Shala એપ્લિકેશન માત્ર સરકારી શાળાના બાળકો મફતમાં ઉપયોગ કરી શકે છે. ખાનગી શાળાના બાળકો માટે ₹ 500/- થી ₹ 2000/- ખર્ચ થાય છે.

અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે વિદ્યાર્થી તેમાં આપેલા વિડીયો અને ક્વિઝ દ્વારા આગામી વર્ષ માટે પૂર્વ તૈયારી કરી શકે છે.

તેમાં આપેલું કન્ટેન્ટ-ગ્રાફિક્સ ખૂબ જ સરસ મજાનું અને આકર્ષક છે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકશે. જો દરરોજ એક જ પાઠનો વીડિયો જોવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

💯% બાળકોને લાભ થશે...

💥 G - SHALA એપ્લિકેશનમાં દરેક ધોરણ મુજબના વિડીયો - પુસ્તકો - એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે.

▪️બાળક જાતે ભણી શકશે.
▪️બાળક પુનરાવર્તન કરી શકશે.
▪️બાળક ટેસ્ટ આપી શકશે.
▪️શિક્ષક બાળકનો રિપોર્ટ પણ ચેક કરી શકશે.

🔥 એપ્લિકેશન ડાઉનલોડ કરો

💥 G - SHALA એપ્લિકેશનમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સમજ માટે જુવો વિડિયો


મોબાઈલ નંબરની જરૂર નથી કે OTP પણ નહીં આવે...

G SHALA માં મોબાઈલ નંબર કે OTP વિના  રજીસ્ટ્રેશન કેમ કરવુ તેની વિડીયો દ્વારા સમજ

નીચેના સ્ટેપ જુઓ

  1. સૌથી પહેલા G Shala App લખીને Goggle માં સર્ચ કરો
  2. ત્યાર બાદ G-Shala App ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો તેમાં વિધ્યાર્થી સાઇન અપ માટેનું પેજ મળશે.
  3. તેમાં નીચેની તરફ "સાઇન અપ કરો" પર ક્લિક કરો.
  4. ત્યાં વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર UID લખો અને "વિગતો મેળવો" ઓપ્શન પર ક્લિક કરો.
  5. વિધ્યાર્થીનું નામ આવી જશે, ત્યાર બાદ વિધ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર લખો.
  6. પાસવર્ડ માટેના ઓપ્શનમાં પાસવર્ડ બનાવો 
  7. દા.ત. જો વિદ્યાર્થીનું નામ Ajay હોય તો પાસવર્ડ Ajay@123 બનાવવો
  8. બે વાર પાસવર્ડ લખ્યા પછી સાઇનપ પર ક્લિક કરવાનું નથી. અને ડાયરેકટ કી બોર્ડમાં એરો કી અથવા Go બટન પર ક્લિક કરો.
  9. ત્યાર બાદ "અભિનંદન" તમારું રજીસ્ટ્રેશન સક્સેસફૂલ થઈ ગયું છે. તેવો મેસેજ દેખાશે. 

હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે તમારો UID અને પાસવર્ડ લખીને લૉગિન કરી શકો છો. 

નીચેનો વિડિયો જુઓ.

https://youtu.be/Ngel-gH5LFs 👈


વિડીયો - ૨

G Shala App માટે વિદ્યાર્થી પોતાનો UID નંબર પોતાની જાતે ઓનલાઇન કેવીરીતે  મેળવી શકે છે...?

જુઓ UID માટે આ વીડિયો

https://youtu.be/WyPr1XZFTOY

તો ચાલો મિત્રો આ મેસેજ ગુજરાતના તમામ શિક્ષક મિત્રો સુધી પહોંચાડીને 100% કામગીરી કરી આપીએ.


How Login G Shala App Without Mobile Number or OTP