મરજિયાત રજા લીસ્ટ 2025 અને જાહેર રજા લીસ્ટ 2025 pdf | Marjiyat Raja List and Jaher Raja List 2025 Gujarat pdf Download

ગુજરાત સરકારની મરજિયાત રજાઓ અને જાહેર રજાઓ 2025 નું લીસ્ટ pdf ડાઉનલોડ


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક રજાઓ માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. જેમાં રજાઓના નિયમો આપવામાં આવે છે. આ વર્ષે પણ જાહેર - મરજિયાત - બેંક રજાઓનું લિસ્ટ pdf આપવામાં આવેલું છે, જે અહીંથી જોઈ શકો છો અને Download પણ કરી શકો છો. 

મરજિયાત રજાઓ નું લીસ્ટ 2025 :: 👉 ડાઉનલોડ કરો 📩
 મરજિયાત રજાઓ 2025 નું આ લિસ્ટ RDRATHOD.IN દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. JPG અને PDF ફોર્મેટમાં તૈયાર કરેલ આ લિસ્ટ તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તમે આને પોતાના મોબાઈલમાં Save રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે જોઈ શકો છો. 2025 ના આખા વર્ષ માટે તમને મદદરૂપ થશે. જો તમને RDRATHOD.IN નું આ કામ પસંદ આવ્યું હોય અને ઉપયોગી થયું હોય તો Like 👍 કરીને બીજા મિત્રોને પણ Share 📨 જરૂર કરજો... Thanks 🙏 
Marjiyat Raja List Gujarat pdf Download 2025

મરજિયાત રજાના નિયમો | marjiyat raja na niyamo

સામન્ય રીતે મરજિયાત રજાઓના ખાસ કોઈ નિયમો નથી હોતા. કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ મરજિયાત રજા ભોગવી શકે છે. તેમ છતાં તેને મંજૂર કરવા બાબતે અને રજાના દિવસો અંગે કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે.

શિક્ષકો માટે મરજિયાત રજા નિયમો અને શરતો :-
  • મુખ્યશિક્ષક મંજુર કરી શકશે.
  • સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ મરજિયાત રજાની યાદીમાંથી કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ વર્ષમાં બે રજા ભોગવી શકે.
  • આ રજાને સી.એલ.અને વળતર સિવાય અન્ય રજા સાથે જોડી શકાય નહિ.
  • જાહેર રજા કે રવિવારની આગળ કે પાછળ જોડવામાં કોઈ હરકત નથી.
  • મરજિયાત રજા જે તે શૈક્ષણિક વર્ષ ( જાન્યુઆરી થી ડિસેમ્બર ) દરમ્યાન ભોગવવાની રહેશે.
marjiyat raja na niyamo


મરજિયાત રજા પરિપત્ર

ગુજરાત કર્મચારીગણ પ્રભાગ (સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર) ના website પોર્ટલ @ https://gad.gujarat.gov.in/ ઉપર મરજિયાત રજાઓ, જાહેર રજાઓ અને બેંક રજાઓનુ લીસ્ટ વર્ષ 2025 માટેનું મુકવામાં આવેલ છે. જે અહીંથી જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો..
ગુજરાત સરકારની રજાઓની યાદી pdf

મરજિયાત રજા 2025 pdf

કર્મચારીઓ માટે આ pdf ખૂબ જ જરૂરી હોય છે. 2025 નું આખું વર્ષ તેમને જ્યારે રજા મૂકવાની થાય ત્યારે આ લિસ્ટમાં જોઈને તેઓ પોતાની અનુકૂળતાએ રજા મૂકી શકે છે. માટે પોતાના મોબાઈલમાં આ મરજિયાત રજાઓનું લિસ્ટ pdf ડાઉનલોડ કરીને સાચવી રાખવું...

મરજિયાત રજા 2025 ની તારીખો | marjiyat raja 2025 date

જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી ૧૨ મહિનાની મરજિયાત રજાઓની યાદી દર વર્ષે વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. આ રજાઓ જે તે કેલેન્ડર વર્ષ દરમિયાન ભોગવવાની હોય છે. નવા વર્ષે નવી રજાઓ જાહેર કરવામાં આવે છે. એ પ્રમાણે જોઈએ તો આ વર્ષ માટે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર 2025 સુધીની મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે..

વર્ષ 2025 માટે મરજિયાત રજાઓની તારીખો

ક્રમ રાજાનું નામ તારીખ વાર
1. ખ્રિસ્તી નૂતન વર્ષ 01-01-2025 બુધવાર
2. ગુરૂ ગોવિંદસિંહનો જન્મ 06-01-2025 સોમવાર
3. વાસી ઉત્તરાયણ (મકરસંક્રાંતિ પછીનો દિવસ) 15-01-2025 બુધવાર
4. વિશ્વકર્મા જયંતી (મહા સુદ-૧૩) 10-02-2025 સોમવાર
5. સંત શિરોમણી પૂજ્ય શ્રી રવિદાસજીની જન્મજયંતી 12-02-2025 બુધવાર
6. શબ-એ-બારાત 14-02-2025 શુક્રવાર
7. ધણી માતંગ દેવશ્રીની જન્મ જયંતી (મહા વદ-૩) 15-02-2025 શનિવાર
8. હોળી 13-03-2025 ગુરુવાર
9. જમશેદી નવરોઝ (પારસી શહેનશાહી અને પારસી કદમી) 21-03-2025 શુક્રવાર
10. રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (બીજો શવ્વાલ) 01-04-2025 મંગળવાર
11. હાટકેશ્વર જયંતી 11-04-2025 શુક્રવાર
12. જરથોસ્તનો દિશો (પારસી કદમી) 22-04-2025 મંગળવાર
13. મહાપ્રભુજીનો પ્રાકટ્યોત્સવ (વલ્લભાચાર્ય જયંતી) 24-04-2025 ગુરુવાર
14. શ્રી આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય જયંતી (વૈશાખ સુદ-૫) 02-05-2025 શુક્રવાર
15. બુધ્ધ પૂર્ણિમા (વૈશાખ સુદ-૧૫) 12-05-2025 સોમવાર
16. જરથોસ્તનો દિશો (પારસી શહેનશાહી) 22-05-2025 ગુરુવાર
17. ગુરૂ અર્જુનદેવનો શહીદ દિન 30-05-2025 શુક્રવાર
18. શાવુઓથ (યહુદી) 02-06-2025 સોમવાર
19. રથયાત્રા (અષાઢી બીજ) (અષાઢ સુદ-૨) 27-06-2025 શુક્રવાર
20. નવમો મહોરમ 05-07-2025 શનિવાર
21. પારસી નૂતનવર્ષના આરંભ પૂરવાનો દિવસ (પાંચમી-ગાથા) (પારસી કદમી) 15-07-2025 મંગળવાર
22. પારસી નૂતન વર્ષ-દિન (પારસી કદમી) 16-07-2025 બુધવાર
23. ખોરદાદ સાલ (પારસી કદમી) 21-07-2025 સોમવાર
24. ગાથા ગહમ્બર (ત્રીજી-ગાથા) (પારસી શહેનશાહી) 12-08-2025 મંગળવાર
25. પારસી નૂતનવર્ષના આરંભ પૂરવાનો દિવસ (પાંચમી-ગાથા) (પારસી કદમી) 14-08-2025 ગુરુવાર
26. (૧) ખોરદાદ સાલ (પારસી શહેનશાહી)
(૨) શ્રાવણ વદ-૧૨ (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન) (ચતુર્થી પક્ષ)
20-08-2025 બુધવાર
27. શ્રાવણ વદ-૧૩ (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન) (પંચમી પક્ષ) 21-08-2025 ગુરુવાર
28. ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ-૪)  27-08-2025 બુધવાર
29. સંવત્સરી (પંચમી પક્ષ) 28-08-2025 ગુરુવાર
30. ઓણમ 05-09-2025 શુક્રવાર
31. ઈદ-એ-મૌલુદ 10-09-2025 બુધવાર
32. રોશ હાસાના (પ્રથમ દિવસ) (નૂતન વર્ષ) (યહુદી) 23-09-2025 મંગળવાર
33. કિપ્પુર આરંભ પૂર્વનો દિવસ (યહુદી) 01-10-2025 બુધવાર
34. યોમ કિપ્પુર (યહુદી) 02-10-2025 ગુરુવાર
35. સુકકોથ (યહુદી) 07-10-2025 મંગળવાર
36. ધન તેરસ 18-10-2025 શનિવાર
37. દેવ દિવાળી (કારતક સુદ-૧૫) 05-11-2025 બુધવાર
38. શ્રીમદ ભગવદ ગીતા જયંતી (માગશર સુદ-૧૧) 01-12-2025 સોમવાર
39. બોક્સિંગ ડે (નાતાલ પછીનો દિવસ) 26-12-2025 શુક્રવાર

મરજિયાત રજા in Gujarati

વહીવટી વિભાગ દ્વારા આ રજાઓનું લીસ્ટ અંગ્રેજી અને રજા લીસ્ટ ગુજરાતી બંનેમાં જાહેર કરવામાં આવે છે. જે તે ભાષા માધ્યમના કર્મચારીઓ પોતાની વ્યક્તિગત અને અનુકૂળ ભાષામાં આ લીસ્ટ જોઈ શકે છે. અહીં મરજિયાત રજા લીસ્ટ ગુજરાતી માં મુકવામાં આવેલ છે. જે ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે ઉપયોગી થશે..

શિક્ષકો માટે ક્યાં, ક્યારે,કેવી રજા મુકવી - સમજવા માટે ઉપયોગી જાણી લો વિવિધ રજાના નિયમો 🔖

  1. સીએલ રજા
  2. મરજિયાત રજા
  3. વળતર રજા
  4. અર્ધ પગારી રજા
  5. રૂપાંતરિત રજા
  6. પ્રાપ્ત રજા
  7. પ્રસુતિ રજા
  8. પિતૃત્વ રજા
  9. કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા
આ તમામ રાજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો...
વધુ માહિતી જોવા માટે 👉 અહી કલીક કરો