કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના – Tar Fencing Yojana Gujarati 2024

કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના – Tar Fencing Yojana Gujarat 2024 | કાંટાળા તારની વાડ માટેની યોજના || યોજનાનો લાભ કોને મળશે? || તારની વાડ માટેના સ્પેસિફિકેશન શું છે? || જાણો સંપૂર્ણ માહિતી

Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના વિગત

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2024

લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો

રાજ્ય ગુજરાત

સહાય રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે

અરજીનો પ્રકાર ઓનલાઈન

અધિકૃત વેબસાઈટ ikhedut.gujarat.gov.in/

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે.આમ તો આ યોજના વર્ષ ૨૦૦૫થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા  તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.


તાર ફેન્સીંગ સહાય યોજના : કેટલી સહાય મળશે ? ક્યાં અને ક્યારે ફોર્મ ભરાશે..જાણો આ વિશેષ યોજના વિશે


કાંટાળી તારની વાડ યોજના,ફેંસિંગ યોજના,sarkari yojana,સરકારી યોજના,Fencing Yojana,


જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે ઠરાવ મારફત બહાર પાડી મુકવામાં આવી છે.

આ૫ણા દેશના માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર ૫ણ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં માનનીય  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારના કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. જેમાં કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat)નો ૫ણ સમાવેશ થાય છે.


મહત્વના મુદ્દા

  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની માહિતી:-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની અરજી સાથે રજુ કરવાના સાઘનિક પુરાવાઓ:-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજના હેઠળ મળવાપાત્ર સહાય:
  • કાંટાળી તારની વાડ માટેના સ્પેસિફિકેશન્સ :-
  • ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજનાના ૫રિ૫ત્રો/ઠરાવો


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઇતિહાસ

ગુજરાત સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ વારંવાર લાવતી રહી છે. આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ની વાત કરીએ તો આ યોજના તારીખ: 20/05/2005 થી અમલમાં છે. આ યોજનાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે તેમાં સુધારા વધારા કરી ક્લસ્ટર આધારીત યોજનાનો ઠરાવ કરેલ છે.


આ યોજનાનો પ્રારંભ આપણાં ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ સાહેબ છે,તેમના દ્વારા વડોદરામાં વરણામાંના ત્રિમંદિર ખાતેના એક કાર્યક્રમમાં ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી. આટલી ફાળવણીમાં સરકારની માહિતી મુજબ 2015 સુધીમાં માત્ર 30 કરોડની ફાળવણી કરવામાં આવેલી અને તેમાં 13160 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો. જ્યારે આ યોજના બહાર પાડવામાં આવેલી ત્યારે 2017 સુધીમાં માત્ર આ યોજના માટે 250 કરોડ રૂપિયા ફાળવેલા હતા.


કાંટાળી તારની વાડ યોજના,ફેંસિંગ યોજના,sarkari yojana,સરકારી યોજના,Fencing Yojana,


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ

ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે.


💥🔰 બ્રેકિંગ ન્યુઝ 🔰💥

👌🏻 સરકારે ખેડૂતો માટે તાર ફેન્સીંગની સહાય વર્ષ ૨૦૨૪ જાહેર કરી

💫 હવે ખેડૂતો 2 હેકટર જમીન સુધી પણ આ યોજના નો લાભ લઇ શકશે

💫 ઓછી જમીન હસે તો ગ્રુપ બનાવી પણ લાભ લઈ શકશે

💫 ખર્ચ ના 50 % સુધી સહાય મળશે.

🤳🏻 ઓફિશિયલ ઠરાવ તા.૦૫/૦૯/૨૦૨૩થી જાહેર કરવામાં આવ્યું

⤵️ ગુજરાતીમાં માહિતી મેળવો અને વાંચો ઑફિશિયલ ઠરાવ વાંચી લાભ મેળવો

🙏🏻 ખેડૂતોને શેર કરવાનું ભૂલશો નહીં


શું છે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના

આપણે અહી ટોટલ બે ઠરાવો થયેલ છે તેમાથી લેટેસ્ટ ઠરાવ મુજબ યોજના વિશે કહીશું.

  • આ યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે. તમામ સમજોના ખેડૂતોએ ઓછામાં ઓછી 5 હેક્ટર જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહશે.( જે પહેલા 15 થી 20 હેક્ટર હતી. )
  • પોતાના ખેતરની ચારેબાજુના ખેડૂતો ભેગા થઈ તેમાં એક ગ્રૂપ લીડર નિમવાનો રહેશે.
  • જે ક્લસ્ટર થાય તે પ્રમાણે લાભાર્થી જુથની અરજીઓ કરવાની છે. અરજી મુજબ રનિંગ મીટર દિઢ 200/- રૂપિયા અથવા થનાર ખર્ચના 50 % જે બંનેમાથી ઓછું હશે તે મુજબ સહાય મંજૂર થશે.
  • i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.જીલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે. તેમાં વધુ અરજીઓ આવે તો ઓનલાઇન ડ્રો પધ્ધતિથી મંજૂરી આપવાની રહેશે.
  •  તે ડ્રોમાં પણ પસંદગી ન પામે તો તે અરજી પછીના વર્ષમાં કેરી ફોરવોર્ડ કરવામાં આવશે. જેથી લાભાર્થીએ ફરી અરજી કરવાની ન રહે.
  • અરજીને મંજૂરી આપતા પહેલા થર્ડ પાર્ટી દ્વ્રારાહકીકતમાં તાર ફેન્સીંગ થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થઈ ગયું છે કે નહીં તેપણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા ચકાસણી થશે.
  • તેના મારફત રિપોર્ટ બનશે અને તે મુજબ ચુકવણી કરવાની રહેશે. તેની ચકાસણી સમયે gps લોકેશન ટેગિંગ કરવાનું રહેશે.
  • નક્કી કરાયેલ ગુણવત્તા કે ડીઝાંઇન મુજબ કામગીરી થયેલ નહીં હોય તો, અથવા ઓછા માલ સામાન વાળી કામગીરી કરશે તો, કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ મળી શકશે નહીં.
  • ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવ્યા પછી તેની નિભાવણીનો ખર્ચ જાતેજ કરવાનો રહેશે.
  • આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એકવાર જ મળશે. અને અગાઉ યોજનાનો લાભ મળી ગયેલ હોય તો ફરીવાર મળવાપાત્ર થશે નહીં.
  • આ યોજનાનો અમલ સમગ્ર ગુજરાત રાજયમાં કરવાનો રહેશે.


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની માહિતી

ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ ઠરાવ બહાર પાડી આ સુઘારેલ યોજના અમલમાં મુકેલ છે જે બાબતે તા.૨૨/૧૨/૨૦૨૦ના રોજ આ યોજનાના અમલીકરણ અંગેની ગાઇડલાઇન, માલ મટેરીયલર્સના સ્પેશીફીકેશન, તાર ફેન્સીંગ(Tar Fencing)ની ડીઝાઇન બહાર પાડવામાં આવી છે.

  • આ યોજના ખુડુતોએ જુથમાં તેમની અરજીનુ કલસ્ટર બનાવી I Khedut પોર્ટલ ઉ૫ર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તમામ કેટેગીરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો પાંચ હેકટરનો વિસ્તાર(કલસ્ટર) માન્ય રહેશે.
  • સામુહિક ખેડૂતોની અરજી કરનાર તમામે એક ખુડૂતને ગૃ૫ લીડર બનાવવાનો રહેશે.
  • સામૂહિક ખેડૂતોની અરજી મળ્યા બાદ જો વઘુ અરજીઓ મળશે તો ઓનલાઇન ડ્રો સીસ્ટમથી મંજુરી આ૫વામાં આવશે. તેમજ તે મુજબ અગ્રતાક્રમની યાદી તૈયાર કરવામાં આવશે.વર્ષના અંતે ડ્રો માં ૫સંદ ન થયેલ અરજીઓ ૫છીના વર્ષમાં કેરી ફોરવર્ડ કરવામાં આવશે જેથી ખેડૂતે ફરીથી અરજી કરવાની જરૂરીયાત નહી રહે.
  • આ યોજનનાનુ અમલીકરણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા કરવામાં આવશે.
  • ૫સંદ પામેલ જૂથ લીડરને તેની અરજીની જાણ કરવામાં આવશે અરજીની જાણ થયેથી ગ્રુ૫ લીડરે જરૂરી દસ્તાવેજો/સાઘનિક પ્પુરાવાઓ ગ્રામસેવકને મોકલી આ૫વાના રહેશે.
  • ગ્રામ સેવા દ્વારા આ અરજીઓ જિલ્લા ખેતીવાડી અઘિકારીને તથા જિલ્લા ખેતીવાડી અઘિકારીશ્રી દવારા જિલ્લાની અરજીઓ સંકલિત કરી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ને મોકલી આ૫વામાં આવશે.
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા સામુહિક ખેડૂતોની અરજી મળ્યાબાદ નકકી કરાયેલ એજન્સી દ્વારા સ્થળ મુલાકાત લઇ જી.પી.એસ. લોકેશન ટેગીંગ કરી કામગીરીની પાત્રતા/ ખરાઇ કર્યા બાદ  કામગીરી કરવા માટે મંજુરી આ૫વામાં આવશે.
  • ખડૂત જુથ દ્વારા ૯૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
  • જો ૯૦ દિવસમાં કામગીરી પૂર્ણ થઇ શકે તેમ ન હોય તો મુદત પૂર્ણ થયા ૫હેલાં જ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ને કારણો સહિત અવઘિ લંબાવવા અરજી કરવાની રહેશે. અન્યથા મંજુરી હુકમ રદ કરવામાં આવશે. 
  •  જુથ લીડરે તાર ફેન્સિંગની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ કલેમ જમા કરાવવાનો રહેશે.
  • ખેડૂતોએ વાડ બનાવ્યા ૫છી તેની જાળવણી સ્વ ખર્ચ કરવાની રહેશે. 


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની અમલીકરણ એજન્સી અને તેની કામગીરી

આ યોજનાની કાળજીપૂર્વકની વિચારણાના અંતે આ યોજનાની અમલીકરણ એજન્સી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી. ને બદલે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી. ને અપાઈ છે.


ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી. ની કામગીરી

  1. આ યોજનાની અમલીકરણ અંગેની માર્ગદર્શિકા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી દ્વારા અલગથી બનાવવાની રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવવાની રહેશે.
  2. આ યોજનાનો અમલીકરણ માટે થનાર ખર્ચ 5% વહીવટ ખર્ચ ( જેમાં પ્રચાર-પ્રસારનો ખર્ચ સમાવિષ્ટ ) ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી ને મળશે.
  3. તાર ફેન્સીંગના માલ-મટિરિયલના સ્પેસિફિકેશન ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી એ અગાઉથી નક્કી કરી ગુજરાત સરકારની મંજૂરી મેળવવાની રહેશે.
  4. આ માટેની તાર ફેન્સીંગ ડીઝાંઇન ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી એ તૈયાર કરી રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવીને પ્રસિધ્ધ કરવાની રહેશે.


અરજી સાથે રજુ કરવાના સાઘનિક પુરાવાઓ

  1. અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના જુથની વિગતો
  2. બેંક ખાતાની વિગતો
  3. ૭/૧૨, ૮અ તેમજ આઘારકાર્ડની નકલ
  4. જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ
  5. ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર 
  6. જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક


મળવાપાત્ર સહાય

  • આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.
  • પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના  ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) ૫૦% સહાયની ચુકવણી કરવામાં આવશે.
  • બીજા તબકકાની ચુકવવાપાત્ર ૫૦% સહાય (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના  ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.


કાંટાળી તારની વાડ માટેના સ્પેસિફિકેશન્સ

  • થાંભલા ઉભા કરવા માટે ખાડાનુ મા૫:- ૦.૪૦ x ૦.૪૦ x ૦.૪૦
  • થાંભલાની સાઇઝ:-(સિમેન્ટ કોંક્રિટના પ્રિટ્રેસ્ટ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ કવોલીટીના, ઓછામાં ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ.) ૨.૪૦ x ૦.૧૦ x ૦.૧૦ મીટર
  • બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
  • દર પંદર મીટરે સહાાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે તેનુ મા૫ /સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના ૫ાયામાં ૧ સિમેન્ટ : ૫ રેતી : ૧૦ કાળી ક૫ચી મુજબ  સિમેન્ટ કોંક્રિટથી પાયામાં પુરાણ કરવાનું રહેશે.
  • કાંટાળા તાર (Barbed Wire) માટેના લાઇન વાયર તથા પોઇન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦ એમ એમ. વત્તા-ઓછા નું પ્રમાણ ૦.૦૮ એમ.એમ. રહેશે. કાંટાળા તાર આઇ.એસ.એસ. માર્કાવાળા ગેલ્વેનાઇઝડ, ડબલ વાયર અને જી.આઇ.કોટેડ હોવા જોઇએ.
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(Tar Fencing Yojana)

ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજનાના ૫રિ૫ત્રો/ઠરાવો

સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગનો તા.૦૮/૧૨/૨૦૨૦નો ઠરાવ

તા.૨૨/૧૨/૨૦૨૦ના રોજ બહાર પાડેલ યોજનાના અમલીકરણ અંગેની ગાઇડલાઇન


Kantali Vad Yojana Gujarat ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? 

કાંટાળી વાડ યોજનાનો લાભ લેવા માટે તમારે i khedut પોર્ટલથી online application એપ્લિકેશન કરવાની છે.

૧.  i khedut પોર્ટલથી ઓપન કરો

૨. તેની સાઈટ ખુલશે તેમા “યોજના” લખેલુ છે તેમા ટીક કરો.

૩. એક મેનુ ખુલશે તેમા “close” લખેલુ છે તેના પર ટીક કરો.

૪. તેમા બધી યોજના ખુલશે જેમા તમારે “ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ” વાળા ખાનામા “વિગતો માટે અહી ક્લિક કરો” તેના પર ટીક કરો.

૫. જેમા નીચે ૬ નમ્બરના ખાનામા “અરજી કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૬. પેજ ખુલશે તેમા “નવી અરજી કરવા ક્લિક કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૭. ગુજરાતી એક ફોર્મ ખુલશે તેમા તમારી બધી માગેલી વિગત લખો. લખાઇ ગયા પછી ફોર્મમા નીચે “અરજી સેવ કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૮. જે પેજ ખુલશે તેમા તમારો અરજી ક્રમાંક લખેલો હશે તેને નોટમા લખી લેવો અને જો મોબાઇલથી કામ કરતા હોય તો તેનો સ્ક્રિનશોટ પાડી લેવો.


કાંટાળા તારની વાડ માટેનું અરજીપત્રક gujarat forest

આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા તમામ ખેડૂત ભાઈઓ બહોળા પ્રમાણમા લે તેના માટે અહી તેની યોજનાની માહિતી તેમજ તેનું પરિપત્ર આપ્યો છે.

ઉપરની માહિતી સારી લાગી હોય તો આ વેબસાઇટ ને સબસ્ક્રાઈબર કરો. કાઇપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. 

અમારી આ વેબસાઇટ પર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અવનવી યોજનાઓ જાણવા અમારી સાથે જોડાયેલા રહો. 

મને આશા છે કે અમારો કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) વિશેનો આ લેખ આપને જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને સરકારી યોજનાઓ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ. જો તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની માહીતી મેળવવા માંગતા હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે  


મિત્રો આ લેખમાં જે ૫ણ માહિતી રજુ કરવામાં આવી છે તે માહિતી સરકારશ્રીના કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) અંગેના ૫રિ૫ત્રો/ઠરાવોનો અભ્યાસ કર્યા બાદ જ તૈયાર કરવામાં આવેલ છે જેમાં માનવ સહજ ભુલ થવાની શકયતા છે તેમજ તેમાં સરકારશ્રી દ્વારા નવા સુઘારાઓ ૫ણ કરવામાં આવી શકે છે. જેથી આ યોજના વિશેની વઘુ માહિતી માટે આ૫ સરકારશ્રીની અઘિકારીત વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ની મુલાકાત લઇ શકો છો.


જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.