મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | Mukhya Mantri Yuva Swavlamban Yojana in Gujarati

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | Mukhya Mantri Yuva Swavlamban Yojana in Gujarati
 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 : રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવી છે.

અરજી કરતા પહેલા ઓફિશિયલ સાઈટ પર જઈને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત વાંચી પછી જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કરો.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024

✓ પોસ્ટ ટાઈટલ: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024
✓ પોસ્ટ નામ: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
✓ વિભાગ: શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
✓ રાજ્ય: ગુજરાત
✓ લાભ કોને મળશે?: તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે
✓ અરજી: ફ્રેશ અરજી / રિન્યુઅલ અરજી
✓ સત્તાવાર વેબ સાઈટ: www.mysy.guj.nic.in
✓ અરજી પ્રકાર: ઓનલાઈન

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના : શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા પાસ કરી શૈક્ષણિક વર્ષ 2023-24માં ડીપ્લોમા / સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ અથવા ડીપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમના (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓએ https://mysy.guj.nic.in પર ઓનલાઈન ફ્રેશ અરજી કરવાની રહેશે તથા વર્ષ 2020-21, વર્ષ 2021-22, વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં સહાય મેળવનાર વિદ્યાર્થીઓએ બીજા/ત્રીજા/ચોથા/પાંચમાં વર્ષની સહાય મેળવવા માટે ઓનલાઈન રિન્યુઅલ અરજી કરવાની રહેશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં મળતી સહાય
MYSY યોજનામાં નીચે મુજબ સહાય રકમ મળવાપાત્ર છે.

ટ્યુશન ફી
અભ્યાસક્રમ અને મહત્તમ મર્યાદા
• મેડીકલ અને ડેન્ટલ: રૂ. 2 લાખ
• ઈજનેર/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી: રૂ. 50 હજાર
• ડીપ્લોમા : રૂ. 25 હજાર
• બી.એ., બી.કોમ, બી.એસ.સી., બી.બી.એ, બી.સી.એ. : રૂ. 10 હજાર

રહેવા-જમવા માટેની સહાય
  • પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી.
  • સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહી શકનાર વિદ્યાર્થી.
  • 10 મહિના માટે રૂ. 1200 પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે.
  • વર્ષે કુલ 12000/- મળવાપાત્ર.

સાધન પુસ્તક સહાય

ગવર્મેન્ટ અને સેલ્ફ-ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર. અભ્યાસક્રમની અવધી દરમ્યાન સાધન-સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે.

અભ્યાસક્રમ અને મહત્તમ મર્યાદા

• મેડીકલ અને ડેન્ટલ: રૂ. 10 હજાર

• ઈજનેર/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી, ઇન્ટીરીયર ડીઝાઈન, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ: રૂ. 5 હજાર

• ડીપ્લોમા: રૂ. 3 હજાર

વિદ્યાથીઓ માટે ખાસ :

રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ નોટીસબોર્ડ પરની બધી જ વિગતોની ખાસ સુચના અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું.

આપ અગત્યની સૂચનાઓ અને છેલ્લી તારીખને ધ્યાને લઇ સહાય મેળવવાથી વંચિત ન રહો તે માટે દર અઠવાડિયે નિયમિત વેબ સાઈટ જોતા રહો.

મંજૂર થયેલ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) હેઠળ સીધી જમા થતી હોવાથી વિદ્યાર્થીઓએ શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે અને આ બેંક ખાતા સાથે વિદ્યાર્થીઓએ પોતાના આધાર નંબર અચૂક જોડવાના રહેશે.

આધાર નંબર બેંક ખાતા સાથે જોડાયેલ છે કે નહી તે ચેક કરવા માટે આ લીંક https://resident.uidai.gov.in/bank-mapper પર જોઈ શકાશે. જો આધાર બેંક ખાતા સાથે જોડાયેલ હશે નહી તો સહાય તમારા બેંક ખાતામાં જમા થશે નહી.
આધાર નંબર બેંક ખાતા સાથે લીંક થઇ જાય તો કેસીજી કચેરીને જાણ કરવાની રહેશે. તેની ખાસ નોંધ લેવી.

જો ઓનલાઈન અરજી કર્યા બાદ દિવસ 7માં હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી કરાવવામાં નહિ આવે ટો તેમની ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને તેઓએ પુન:ઓનલાઈન અરજી કરી દિવસ 7માં દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે.

વિદ્યાર્થીએ મોબાઈલ નંબર પોતાના જ આપવો અને સમગ્ર અભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન બદલવો નહિ, અગત્યની સૂચનાઓ એ જ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.

આવકને લગતી માહિતી

૦ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવા માટે મામલતદાર / તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાંથી તા. 01-04-2022 થી તા. 31-03-2023વચ્ચે કધાવેલ માતા-પિતાની આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આથી વિદ્યાર્થીઓએ તેમનું રિજલ્ટ આવ્યા પછી તરત જ આવકનું પ્રમાણપત્ર અચૂક કઢાવી લેવું. આવકનું પ્રમાણપત્ર તે કઢાવ્યા તારીખથી 3 વર્ષ માટે માન્ય હોય છે. તેથી રીન્યુઅલના વિદ્યાર્થીઓ માટે જો 3 વર્ષ ચાલુ વર્ષ પૂર્ણ થતા હોય ટો તરત જ નવું આવકનું પ્રમાણપત્ર કઢાવી લેવું. આવકના પ્રમાણપત્ર ઉક્ત સમયગાળામાં ન કઢાવવાને કારણે વિદ્યાર્થીની અરજી રીજેક્ટ થશે અને પાછળથી આવા વિદ્યાર્થીઓની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી. જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

૦ જે વાલીઓની નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની આવક રૂ. ૨.૫૦ લાખથી વધારે હશે ટો તેમણે ફરજીયાત ઇન્કમટેક્ષ રીટર્ન જોડવામાં રહેશે.

૦ વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના Assessment Year વાળા આવકવેરા રીટર્નના ફોર્મમાં દર્શાવેલ ગ્રોસ આવક અને એકઝેમ્પટેડ આવકના સરવાળાને કુલ આવક તરીકે ગણવામાં આવશે.

૦ વિદ્યાર્થીના વાલીની આવક રૂ. ૨.૫૦ લાખથી ઓછી હોય અને તે ઇન્કમટેક્ષ રીટર્ન ભરતા ન હોય તો ફક્ત તેઓએ જ “આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન આપવાનું રહેશે.

ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ

માર્ચ / એપ્રિલ – ૨૦૨૩માં ધોરણ ૧૦/૧૨ની પરીક્ષા આપી ચાલુ વર્ષે ડિપ્લોમા / ડિગ્રી અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં કે ડીપ્લોમા પરીક્ષા પાસ કરી ચાલુ વર્ષે ડિગ્રીના પ્રથમ/બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓએ ફ્રેશ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે. જયારે ગત વર્ષે ૨૦૨૩-૨૪ના વર્ષમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય મેળવેલ હોય તો તેઓએ ચાલુ વર્ષે રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.

ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફ્લિંગ જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમિશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

રિન્યુઅલ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ

જયારે ગત વર્ષે ૨૦૨૩-૨૪ના વર્ષમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય મેળવેલ હોય તો તેઓએ ચાલુ વર્ષે રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.

જે વિદ્યાર્થીનું ધારણ મુજબ પરિણામ ન આવતા રીચેકિંગ / રિએસેસમેન્ટ માટે અરજી કરેલ હોય તો તેઓ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવાથી વંચિત ન રહે તે માટે તેઓએ છેલ્લી તારીખ પહેલા જૂના પરિણામને આધારે અચૂક અરજી કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રીચેકિંગ/રિએસેસમેન્ટમાં જે પરિણામ આવે તે તાત્કાલિક ધોરણે દિવસ 7માં ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. આમ ૧) પરિણામ મોડા આવવાના કારણે ૨) રીચેકિંગ / રિએસેસમેન્ટ માટે અરજી કરેલ હોવાથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સમય મર્યાદામાં અરજી કરેલ નહિ હોય તો તેવા વિદ્યાર્થીઓની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી. તે જ રીતે જે વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જાહેર થયેલ હોય પરંતુ માર્કશીટ આવેલ ન હોય તેઓએ પણ છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન પરિણામને આધારે અચૂક અરજી કરવાની રહેશે.

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

√ ધોરણ 10ની પરીક્ષા 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
√ ડીપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડિગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.
√ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
√ રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો

રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

✓ ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રિન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે
✓ જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75% હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ
  1. આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
  2. ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  3. ડીગ્રી / ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્ર્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ.
  4. સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).
  5. વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ.
  6. સંસ્થાના આચાર્યશ્રીનું, સંસ્થાનાં લેટરહેડ પર, પ્રમાણપત્ર (અસલમાં).
  7. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ.
  8. બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ.
  9. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).

રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ
  1. વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત).
  2. સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં).
  3. વિદ્યાર્થીના પ્રથમ / બીજા / ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય ટો બંને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત).
  4. વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા / ત્રીજા / ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત).
  5. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત).
  6. વિદ્યાર્થીના બેંકના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ (સ્વપ્રમાણિત).
  7. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ : 31/12/202૩

ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ : 31/12/202૩

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત: અહીં ક્લિક કરો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સુચના વાંચો: અહીં ક્લિક કરો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વધુ માહિતી મેળવવા: અહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો

Q. MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે?
A. MYSY યોજનાની અરજી www.mysy.guj.nic.in પોર્ટલ પર જઈને ઓનલાઈન કરવાની રહેશે.

Q. MYSY યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા શું છે?
A. MYSY યોજનામાં અરજી કરવા માટે નીચેની બે શરતો સંતોષતા હોવા જોઈએ.
– ધોરણ 10ની પરીક્ષા 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
– ડીપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડિગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.
– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
– રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો

Q. MYSY યોજનાની અરજી કોલેજના ક્યા વર્ષમાં કરી શકાય?
A. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં MYSY યોજના હેઠળ અરજી કરી શકે છે.

Q. MYSY યોજનાની રિન્યુઅલ સહાયની અરજી કેવી રીતે કરવી તથા MYSY યોજનાની રિન્યુઅલ સહાયની પ્રક્રિયા શું છે?
A. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY યોજના હેઠળ www.mysy.guj.nic.in પર જઈને Renewal Application પર જઈને અરજી કરી શકે છે.

Search Topic
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf, મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી યોજના, MYSY helpline number, MYSY Scholarship last date, MYSY scholarship, MYSY renewal, MYSY registration, Https MYSY guj nic in, mysy scholarship last date, MYSY Scholarship eligibility criteria, MYSY Renewal login, MYSY scholarship login