રે… વણઝારા...ગીત @ વિનોદ જોષી | Re.. Vanjara... Geet by Vinod Joshi

રે… વણઝારા...ગીત @ વિનોદ જોષી | Re.. Vanjara... Geet Writen by Vinod Joshi

રે… વણઝારા...ગીત @ વિનોદ જોષી | Re.. Vanjara... Geet by Vinod Joshi

સ્વર : મીનાક્ષી શર્મા
સંગીત : સુરેશ જોષી


રે…. વણઝારા……
રે…. વણઝારા……

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.

રે…. વણઝારા……

પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા…

રે…. વણઝારા……

તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.

રે…. વણઝારા……

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા…

રે…. વણઝારા……

તારા ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.