Tar fencing yojana Guajart 2024 | ખેતરના ફરતે તાર ફેનસીંગ માટેની યોજના 2024

Tar fencing yojana Guajart 2024 | ખેતરના ફરતે તાર ફેનસીંગ માટેની યોજના 2024

Gujarat Tar fencing yojana 2024 | ગુજરાતના ખેડૂતો માટે તાર ફેનસીંગ યોજના  2024


નમસ્કાર...🙏 
ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે, અહીં તમારા માટે નવી નવી અને અગત્યની માહિતી લઈને આવતા રહીએ છીએ. જેમાં જેમાં ખેડૂત મિત્રો માટેની યોજનાઓ, પશુપાલન માટે યોજનાઓ, તેમજ અન્ય અગત્યની યોજનાઓ જેવી કે ખેતી ઉપયોગી માહિતી પણ લઈને આવતા હોઈએ છીએ. 
ગુજરાત સરકાર દ્વારા આવી ઘણી યોજનાઑ ખેડૂતોના લાભાર્થે શરૂ કરવામાં આવે છે જેમાં ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના, તાડપત્રી યોજના વગેરે સહાય યોજના નો લાભ લઈ શકે તેના માટે અનેક યોજનાનું અમલી કરણ કર્યું છે. Tar Fencing yojana 2023 અત્યારે i khedut પોર્ટલ પર ખુલ્લી મૂકવા માં આવી છે તારજેતર માં કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો ના પાક રક્ષણ  ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો લાભ ખેડૂત લઈ શકશે 

આ યોજનાઓના કારણે ખેડૂતોને તાર ફેનસિંગ યોજનાની મદદ વડે ખેડૂતોના પાકને રક્ષણ પૂરું પાડવામાં આવશે. કૃષિ પેદાશોને જાંગલી જાનવર કે અન્ય રખડતાં પશુઓથી પાકને રક્ષણ મળશે આ યોજનાની શરૂઆત 2005 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના તેના પછી નોંધ પાત્ર ફેરફારોથી પ્રસાર થતી રહી છે તેવામાં ગુજરાત કૃષિ,ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા દ્વારા આ તાર ફેનસિંગ યોજના ખુલ્લી મૂકવા માં આવી છે આ યોજના ની અંદર પહેલા મહત્તમ 5 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોpને લાબ મળતો હતો પરંતુ હવે 2 હેક્ટર વિસ્તાર ધરાવતા ખેડૂતો લાભ મળશે નાના ખેડૂતો ને ધ્યાન માં રાખી ને આ ફેરફાર કરવા માં આવ્યો  છે 

Tar fencing yojana in Gujarati | તાર ફેનસીંગ યોજના ગુજરાત 

✓ યોજનાનું નામ : Tar fencing yojana Gujarat | તાર ફેનસીંગ યોજના
✓ લાભાર્થી : ગુજરાતના ખેડૂતો
✓ અરજી કરવાની તારીખ:- 08/12/2023 થી 07/01/2024 સુધી
વેબસાઇટ : i khedut portal

તાર ફેનસિંગ યોજનાનો મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ  ખેડૂતોના પાકને રક્ષણ આપવાનો છે તાર ફેનસિંગ યોજના ખેડૂતના પાકને રક્ષણ માટે છે જેનાથી જંગલી પ્રાણીઓ ડુક્કર ભૂંડ તેમજ રખડતાં પશુથી પાકને રાક્ષણ મળે છે 

તાર ફેનસિંગ યોજનાના ફાયદા

આ યોજના ની સહાય પહેલા 5 હેક્ટર દીઠ મળવા પાત્ર હતી પરંતુ હવે આ યોજના 2 હેક્ટર જમીન વિસ્તાર માં મળવા પાત્ર છે આ યોજના ખેડૂતો જુથ માં પણ અરજી કરી શકે છે તે અંગે રનીગ મીટર દીઠ 200 અથવા થનાર ખર્ચ માં 50% બંને માંથી જે ઓછું  હસે તે મળવા પાત્ર રહશે 

તાર ફેનસિંગ યોજના માટેની પાત્રતા

આ યોજના નો લાભ લેવા માટે તમે એક ગુજરાત ના નાગરિક હોવા જરૂરી છે તેની સાથે સાથે આ યોજના નો લાભ વ્યક્તિગત ખેડૂત અથવા તો જુથ ખેડૂત લઈ શકશે આ યોજના નો લાભ લેવા માટે ખેડૂત પાસે મહતમ 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે 

આ યોજનાનો લાભ ગુજરાતના કયા ખેડૂતોને મળશે ?

  • મહતમ 2 હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે 
  • આ જમીન વિસ્તાર 7/૧૨ અને ૮ -અ ના ઉતાર માં જમીન વિસ્તાર પૂર્ણ હોવો જરૂરી છે 
  • અને આ ખેડૂત આધાર કાર્ડ ધારક હોવો જોઈએ 

તાર ફેનસિંગ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. ખેડૂતનું આધાર કાર્ડ 
  2. મોબાઈલ નંબર
  3. ૭/૧૨ અને ૮-અ ની નકલ 
  4. બેંક ની પાસ બૂક અથવા કેન્સલ ચેકની નકલ 
  5. રેશન કાર્ડ 
  6. આધાર કાર્ડ 
  7. ડિમાર્કશન વાળો નકશો 
  8. ઓનલાઈન કરેલી અરજીની સહી વાળી નકલ 
  9. બાંહેધરી પત્રક સયુક્ત ખાતેદારીના કિસ્સામાં 

તાર ફેનસીંગ માટે અરજી કઈ રીતે કરશો

  • સૌથી પહેલા તામરે તાર ફેણસિંગ ની અરજી કરવા માટે અધિકૃત પોર્ટલ i khedut ઉપર જવાનું રાહશે
  • ત્યાર પછી યોજના નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવા નું રહશે
  • તેના પછી ખેતીવાડી યોજના ના ઓપ્શન ઉપર ક્લિક કરવું
  • ત્યાર પછી તમને તાર ની વાડ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવા નું રહશે
  • ત્યાર પછી તમે તારીખ 08/12/2023 થી લઈને તારીખ 07/01/2024 સુધી ખેડૂત મિત્રો આ યોજના માં અરજી કરી શકશે
  • ત્યાર પછી અરજી કરો ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
  • ત્યાર પછી તમારે નવી અરજી ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
  • ત્યાર પછી તમારું નામ,બેંક ની વિગત, જમીન ની વિગત નાખવા ની રહશે
  • ત્યાર પછી નીચે અરજી સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
  • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર ઉપર અરજી નંબર આવશે
  • ત્યાર બાદ આ અરજી ને નીચે કાનફોર્મ ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
  • ત્યાર બાદ તમારે અરજી ની પ્રિન્ટ નિકાળી લેવાની રહશે
  • ત્યાર પછી આ અરજી જરૂરી ડોક્યુમેન્ટ જોડી જેતે કચેરી અથવા ગ્રામ સેવક ને જમાં કરવા ના રાહશે

સારાંશ

ખેડૂત મિત્રો અમે તમને આ લેખ ની અંદર i khedut પોર્ટલ ઉપર અરજી કઈ રીતે કરવી તેના વિષે માહિતી આપી છે તો આ લેખ જરૂર થી વાંચ જો અને તમાર બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર થી પોહચાડજો