જ્ઞાન સહાયકો (Gyan Sahayak) ને મળવાપાત્ર રજાઓ બાબત

Gyan Sahayak ને કેટલી રજાઓ મળે ?


Letter No: COS/0072/01/2024 Dt: 06-01-2024

SHIS: COS/SEC/e-file/276/2023/2348/SECONDARY

प्रति, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, તમામ.

કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. સેક્ટર-૧૯, ગુ.રા., ગાંધીનગર

વિષય:- જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબત.

संघर्ष:- शिक्षाय पिलागला ता. ०५/०१/२०२४ना पत्र मांs: ED/MSE/e-file/3/2023/4796/G

ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની સરકારી/બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂંક પામેલ જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કરતાં જ્ઞાન સહાયકોની નિમણૂક ૧૧ માસના કરારથી કરવામાં આવેલ હોય, સા.વ.વિ.ના તા.૧૧/૧૦/૨૦૧૭ના ઠરાવ ક્રમાંક:પરચ/૧૦/૨૦૧૭/ ૫૭૬૯૮૮/ખ.-૩ (નકલ સામેલ છે.) મુજબ ૧૧ માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવેલ પરચુરણ રજા (જ્ઞાન સહાયકના કિસ્સામાં ૧૧ પરચુરણ રજા) ઉપરાંત અન્ય આકસ્મિક સંજોગો માટે ૧૧ ખાસ રજા અને મહિલા કર્મચારીઓને ૧ વર્ષ બાદના કરારના સમયગાળા પછી મહત્તમ ૯૦ દિવસની માતૃત્વ રજાના લાભો મળવાપાત્ર થાય તેમ અભિપ્રાય આપેલ છે. જે બાબત ધ્યાને લઈ આપની કક્ષાએથી નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે.

બિડાણ:- ઉપર મુજબ

નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક ગુ.રા., ગાંધીનગર

Signature Not Verified

Signed by Ravnitchandra M. Maheta Deputy Directo Date: 2024.0100 13:56:38 +05:30

File No: COS/SEC/e-file/276/2023/2348/SECONDARY

Approved By: Deputy Director, SECONDARY.COS

Open the document in Adobe Acrobat DC to verify the E-sign


Gyan Sahayak Mcq


જ્ઞાન સહાયકને કેટલી રજાઓ મળે?

પરચુરણ રજાઓ / ખાસ રજાઓ અને પ્રસુતિની રજાઓ મળે

Gyan Sahayak ને પરચુરણ રજા કેટલી મળે ?

પરચુરણ રજાઓ 11 મળે

જ્ઞાન સહાયકને ખાસ રજાઓ કેટલી મળે ?

ખાસ રજાઓ 11 મળે

જ્ઞાન સહાયકને પ્રસૂતિ / પિતૃત્વ ની રજાઓ કેટલી મળે ?

પ્રસૂતિ (માતૃત્વ) રજાઓ મહત્તમ 90 દિવસ મળે