Smartphone Sahay Yojana ikhedut 2024- ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં મોબાઈલ ખરીદવા માટે 6000રૂપિયા મળશે

Mobile Sahay Yojana Gujarat 2024 | મોબાઈલ સહાય યોજના ગુજરાત 2024


આ યોજના માટે ઓનલાઈન અરજી, પાત્રતા, લાભાર્થીઓ, લાભો, સુવિધાઓ, દસ્તાવેજો, સત્તાવાર વેબસાઈટ, હેલ્પલાઈન નંબર (Khedut Mobile Sahay Yojana Gujarat 2024 @ikhedut ,Smartphone Sahay Yojana Gujarat 2024, Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Documents, Official Website, Helpline Number, Last date)


Smartphone Sahay Yojana ની વિગતો

✓ યોજનાનું નામ : ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામ
✓ વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/
✓ યોજનાનો મુખ્ય ઉદ્દેશ : ખેડૂતોને ખેતી માટેની માહિતી મેળવવા માટે સ્માર્ટફોન સહાય મળે તે માટેની યોજના
✓ લાભાર્થી : ગુજરાતના ખેડૂતોના તમામ

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે અરજીની તારીખ

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 નો લાભ 9 જાન્યુઆરી 2024 થી લઇ શકો છો.

Smartphone Sahay Yojana નો હેતુ


ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

મોબાઇલ સહાય યોજના પાત્રતા ધોરણો

આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂતને આજીવન એક વખત સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ આપવામા આવે છે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઇયર ફોન, ચાર્જર,ગ્લાસ, કવર વગેરી જેવા સાધનો માટે સહાય મળવાપાત્ર રહેશે નહી.
  • આ યોજનાનો લાભ રાજયમાં ખેતીની જમીન ધરાવતા કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય આપવામા આવે છે.
  • પસંદ થયેલ લાભાર્થીઓએ પૂર્વ મંજૂરી મળ્યે તારીખથી દિન.૩૦ માં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
  • આ મોબાઇલ સહાય યોજના માટે i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • અરજદાર દ્વારા i-khedut પોર્ટલ પર કરવામાં આવેલ અરજીમાં આપેલ કોઈ પણ વિગતો ખોટી જણાશે તો, પૂર્વ મંજુરી આધારિત ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવા છતાં અરજદારની અરજી રદ ગણવામાં આવશે અને સહાય મળવાપાત્ર રહેશે નહી. આ અંગે અરજદારનો હક્ક- દાવો રહેશે નહીં.

ikhedut મોબાઇલ યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

મોબાઇલ સહાય યોજના અન્વયે મંજૂરી મળ્યે 30 દિવસમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીંટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક ને રજૂ કરવા પડે છે.
  1. અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર ( જો લાગુ પડતું હોય તો)
  2. ખેડૂતના 7 12,  ૮-અ ની નકલ
  3. બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક
  4. દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
  5. આધાર કાર્ડની નકલ
  6. સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલ
  7. મોબાઇલનો IMEI નંબર

Online Apply Khedut Mobile Sahay Yojana 2024

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Khedut Mobile Sahay Yojana 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.
  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં ikhedut portal ની Official Website  ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 

Online Application Form । ઓનલાઈન અરજી ફોર્મ

  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને  Captcha Image નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official WebsiteClick Here 
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
અન્ય સરકારી યોજનાઓઅહીં ક્લિક કરો