Advertisement

કોઈપણ વ્યક્તિના WhatsApp Call ને Record કરવા માટે આ રહી સૌથી સરળ Trick

કોઇપણ વ્યક્તિના WhatsApp Call ને Record કરવા માટે આ રહી સૌથી સરળ Trick


જ્યારે પણ તમે WhatsApp પર Audio Call દ્વારા કોઈની સાથે વાત કરી રહ્યા હોવ અને કોલ રેકોર્ડ કરવા માંગતા હોવ, તો અહીં અમે તમને તે કરવાની Easy રીત જણાવીશું. આ Trick થી તમારો WhatsApp ઓડિયો કોલ સરળતાથી રેકોર્ડ થઈ જશે.


જ્યારે પણ તમે કૉલ પર કોઈની સાથે વાત કરો છો, ત્યારે ઘણી વખત તમે કોઈ મહત્વપૂર્ણ બાબત અથવા નંબર ભૂલી જાઓ છો અને તમે કૉલ રેકોર્ડ કરી લો છો. પરંતુ વોટ્સએપ પર તમને આ સુવિધા આસાનીથી નથી મળતી. જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ દ્વારા કોઈની સાથે વાત કરી રહ્યા છો અને તે કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો સવાલ એ થાય છે કે આ કોલ રેકોર્ડ કેવી રીતે થશે. તો અમે તમને સૌથી સરળ રીત જણાવીશું. આ ટ્રીકથી તમારો WhatsApp ઓડિયો કોલ સરળતાથી રેકોર્ડ થઈ જશે.

એન્ડ્રોઇડ (Android) અને આઇફોન (iPhone)માં વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માટે કેટલાક ખાસ ઉપકરણો (Device) ની જરૂર પડે છે.

Android માં આ રીતે Call Recording કરી શકાય છે

આ માટે CUBE CALL RECORDER ડાઉનલોડ કરવાનું રહેશે. એપ ઓપન કર્યા બાદ વોટ્સએપ (WhatsApp) પર જાઓ અને તમે જેની સાથે વાત કરવા માંગો છો તેને કોલ કરો. જો તમે ક્યુબ કૉલ વિજેટ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. જો તમારા ફોનમાં કોઈ એરર દેખાઈ રહી છે, તો ફરી એકવાર CUBE CALL RECORDER ખોલો અને એપના Settings માં જઈને વોઈસ કોલમાં Force Voip પર ક્લિક કરો. ફરી એકવાર વોટ્સએપ કોલ કરો અને Connect થયા બાદ કોલ Record થશે. જો ક્યુબ કોલ રેકોર્ડર દેખાતું નથી તો તેનો અર્થ એ છે કે તમારો કોલ રેકોર્ડ કરી શકાતો નથી.

આઇફોન (iPhone) માં આ રીતે Call Recording કરી શકાય છે.

આઇફોન (iPhone) પર મેક (MaC) નો ઉપયોગ કરીને કોલ્સ રેકોર્ડ કરી શકાય છે. લાઈટનિંગ કેબલનો ઉપયોગ કરીને iPhone ને Mac થી કનેક્ટ કરો. iPhone પર Trust This Computer દેખાશે, તેના પર ક્લિક કરો. જ્યારે તમારા ફોનને પ્રથમ વખત Mac સાથે કનેક્ટ કરો, ત્યારે QuickTime ખોલો. ફાઇલ વિભાગમાં ન્યૂ ઓડિયો રેકોર્ડિંગનો વિકલ્પ હશે અને રેકોર્ડ બટનની નીચે તીર (Arrow) નું નિશાન દેખાશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમને iPhoneનો વિકલ્પ જોવા મળશે. આ પછી, ક્વિક ટાઈમમાં રેકોર્ડ બટન પર ક્લિક કરો અને તમારા WhatsApp પર કૉલ કરો. કનેક્ટ થતાં જ યુઝર આઇકન ઉમેરો. ત્યારપછી તમે જેની સાથે વાત કરવા માંગો છો તેને Call કરો, કોલ Receive થતાની સાથે જ રેકોર્ડિંગ શરૂ થઈ જશે.

ખાસ નોંધો.
જો કે, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે અન્ય વ્યક્તિની પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવો ગેરકાયદેસર છે. તેથી, તમે જેની સાથે વાત કરી રહ્યા છો તે વ્યક્તિ કોલ રેકોર્ડિંગ વિશે જાણ કરવી આવશ્યક છે.

કોઇપણ વ્યક્તિના WhatsApp Call ને Record કરવા માટે આ રહી સૌથી સરળ Trick

Previous Post Next Post

Comments