ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વિષય ભણાવવો ? કયા સમયે રિસેશ આપવી ? એનું દૈનિક આયોજન (સમય પત્રક) બનાવીને વર્ગમાં રાખવાનું હોય છે.
ધોરણ ૧,૨ ના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના પ્રજ્ઞા અભિગમ મુજબ કાર્ય કરવાનું હોય છે તે માટે અહીં પ્રજ્ઞા વર્ગખંડ આધારિત પ્રજ્ઞા સમય પત્રક PDF બનાવીને મુકવામાં આવેલ છે. જે દરેક શિક્ષકને ઉપયોગી થશે. આ ટાઇમ ટેબલની PDF ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી વર્ગમાં લગાવી શકે છે તેમજ મોબાઈલમાં સેવ રાખી શકે છે.