રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (National Family Benefit Scheme) સંકટ મોચન સહાય યોજના,, અરજી ફોર્મ સાથે સંપૂર્ણ માહિતી

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ) ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

 

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનો ટૂંકો પરિચય

ભારતીય ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતાં વ્યક્તિનાં આકસ્મિક કે કુદરતી મ્રુત્યુ બાદ તેના ઘરની વ્યક્તિને આ યોજના અંતર્ગત સહાય એકવાર આપવામાં આવે છે. આ યોજના ખાસ ગરીબી રેખા નીચે જીવતાં આર્થિક સહારો ગુમાવી બેઠેલા કુટુંબને રૂ.૨૦૦૦૦/- ની સહાય કરે છે. 
આ યોજના એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના છે જેના થકી અચાનક આવેલી આવેલી મુશ્કેલી ની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે તેના કારણે આ યોજનાનું નામ સંકટ મોચન સહાય યોજના પણ કહે છે.
રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (National Family Benefit Scheme) સંકટ મોચન સહાય યોજના


યોજનાનું નામ : રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (National Family Benefit Scheme) અથવા સંકટ મોચન સહાય યોજના
દ્વારા લોન્ચ કરવામાં આવેલ : ભારત સરકાર
દ્વારા સંચાલિત : ગ્રામીણ વિકાસ મંત્રાલય
ઉદ્દેશ્ય / હેતુ : ગરીબી રેખા હેઠળના પરિવારોને આર્થિક સહાય
મળતો લાભ/ સહાયની રકમ : રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય,, સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર મળે.
લાભાર્થી : ગરીબી રેખા નીચે જીવતા પરિવારો
રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનું અમલીકરણ : બંધીત મામલતદાર કચેરી.
અરજી પ્રક્રિયા : ઓનલાઈન અને ઓફલાઈન
વેબસાઈટ
  1. https://nsap.nic.in/
  2. https://sje.gujarat.gov.in/
  3. www.digitalgujarat.gov.in/


રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનો હેતુ

દેશમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું જો મ્રુત્યુ થાય તો એ કુટુંબના અન્ય લોકોને તાત્કાલીક જીવવાનો સહારો મળી રહે.

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાની લાક્ષણિકતાઓ

ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબની મુખ્ય કમનાર વ્યક્તિ જો મ્રુત્યુ પામે તો તેનાં કુટુંબીજનોને રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય માત્ર એકવાર મળવાપાત્ર થાય છે.

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનો કોને લાભ મળી શકે?

  • કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ ત્યારે કુટુંબના અન્ય સભ્યોને લાભ મળે છે.
  • મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ .
  • મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • આ યોજના અંતર્ગત સહાયની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ.

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનું અરજી પત્રક ક્યાંથી મળશે.

જિલ્લા કલેકટર કચેરી.
મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.

નીચે દર્શાવેલ લીન્ક પરથી રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનું ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx

  • મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનું અરજી ફોર્મ જમા કરાવવાનું સ્થળ

સબંધિત જે તે જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી.
ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. ઑનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ 

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો

  1. મુત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર
  2. મુત્યુ પામનાર વ્યક્તિના ઉમરનો પુરાવો.
  3. ગરીબી રેખાની યાદી પર નામ હોવાનુ પ્રમાણપત્ર
  4. રેશનકાર્ડની નકલ
  5. બેંક એકાઉન્ટ
  6. ગરીબી રેખાનું ઓળખપત્ર.
  7. રહેઠાંણનો પુરાવો.
  8. આકસ્મિક કે કુદરતી મ્રુત્યુનો દાખલો.
  9. નાગરિક્ત્વનો પુરાવો.
  10. મ્રુત્યુ પામનાર વ્યક્તિની ઉંમર ૧૮-૬૪ વર્ષની હોવી જોઇએ.

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

Imp Links


યોજનાની સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
યોજનાનું ફોર્મ ડાઉનલોડઅહીં ક્લિક કરો 
ઑફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp ચેનલઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપઅહીં ક્લિક કરો
Facebook પર ફોલો કરોઅહીં ક્લિક કરો
અન્ય યોજનાઓ જોવા માટેઅહીં ક્લિક કરો

FaQ

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનામાં કેટલો લાભ મળે?

  • કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય માત્ર એક વાર,, સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર મળે.

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનાનું અમલીકરણ કોણ કરે છે? 

  • સબંધીત મામલતદાર કચેરી.

રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના સહાયની રકમ ચુકવણી કેવી રીતે કરવામાં આવે છે?

  • ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.